StoryWala Class

Educators Guide to use stories for Socio Emotional learning

Mihir Pathak
LearningWala STUDIO
2 min readApr 4, 2021

--

અહીં 5 થી 10 વર્ષ ના બાળકો સાથે વાર્તાને માધ્યમ દ્વારા કરી શકાય એવી અધ્યયન — અધ્યાપન પ્રવૃતિઓના ઉદાહરણ આપ્યા છે.

ભોલું ઊંટ — Lesson plan prepared by Mitali Baxi

હેતુ: ભાષા ની મજા, અર્થ ગ્રહણ, સંવેદનશીલતા ની અભિમુખતા ( orientation), ક્રમિક્તા, સ્મૃતિ કૌશલ્યો

૧. પ્રાણીઓ અને માનવો ના સંબંધ ન પ્રસંગો, ગીત , વાર્તા બાળકોને સંભળાવવા

૨. એ પ્રસંગો વિશે આમ પ્રશ્નો પૂછવા:

- આ વાતો સાંભળીને પ્રાણીઓ અને માણસો વિશે તમને કેવા વિચારો આવ્યા?/ આમાં ખાસ વાત કઈ લાગી?/ તમને કઈ વાત ગમી, કેમ? / તમને આવા કોઈ અનુભવ થયા છે?/

૩. આવી એક વાર્તા સાંભળીએ..કહીને આ વાર્તા મોઢે કહેવી. અંત કહેવો નહિ.

૪. વાર્તા ના ચિત્રો બતાવતા જઈને થોડી વાર્તા કહેતા જવું અને થોડી વાર્તા એમને પૂછતા જવું

૫. છેલ્લે અંત વિશે બાળકો પાસે અનુમાનો કરાવવા

૬. પહેલા વાર્તા ના અંતિમ ચિત્રો બતાવવા પછી અંત કહેવો

૭. અંત પછી શું થયું હશે તે પૂછવું. ( ભવિષ્ય માં ઊંટ વેચવાની જરૂર પડી શકે? ક્યારે? શું તે ઊંટ વેચશે? કેમ? તમે હો તો શું કરો? તમે ઊંટ હો તો માલિક વિશે શું વિચારો? તમે ઊંટ હો તો તમને કઈ કઈ બાબત ની મજા પડે? અત્યારે તમને જે આવડે છે એના કરતાં ઊંટ તરીકે વધારે શું આવડે/ ઓછું શું આવડે? તમને કયા પ્રાણી ની દોસ્તી ગમે? કેમ? એમને પાળવા જોઈએ? પાળો તો શું શું ધ્યાન રાખો?)

સમય મુજબ નીચેમાંથી પ્રવૃત્તિઓ લઇ શકાય

  • વાર્તા ના આધારે ચિત્રકામ/ એક પાત્રિય અભિનય / સ્કીટ કરો
  • ઊંટ અને પ્રવાસીઓ વચ્ચેના સંવાદો ભજવો
  • ઊંટ ની સ્પીચ દ્વારા પર્યાવરણ જતન માટે જાહેર અપીલ કરો
  • ઊંટ વિષે રસપ્રદ માહિતી ભેગી કરીને તેનો ચિત્ર વાળો ચાર્ટ બનાવો
  • વાર્તા ઉપરથી આ વિષયો ઉપર ઉખાણાં બનાવો: ઊંટ, પાઘડી, રણ, પ્રવાસી, દોસ્તી..
  • ઊંટ ના ચિત્ર મા વિવિધ શણગાર કરો
  • માલિક ના ચિત્ર મા જાત જાત ની મૂછો / પાઘડી કાપી ને લગાડો

--

--

Mihir Pathak
LearningWala STUDIO

Experiential Educator | Nature - Theater - Project based learning