wHoLe LaNguAge ની રામાયણ

Mihir Pathak
LearningWala STUDIO
5 min readJun 7, 2019
(Source - Google Images)

શીલા બેન તમારે ભુજ માં કેટલા વર્ષ થયા ?

“મિહિર ભાઈ વિહાન દો સાલ કા થા તબ હમ ભોપાલ સે કચ્છ સીફ્ટ હુએ , આજ વિહાન છે સાલ કા હે…”

વિહાનને ગુજરાતી આવડી ગઈ કે નહિ ?

“અરે હા ઉસે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ મેં રખા હે તો ભી પતા નહિ કહા સે ગુજરાતી શીખકર આતા હે.. કાફી સહી ગુજરાતી બોલ લેતા હે વો”

અને તમે ?

“મેં તો અભી નહિ શીખ પાઈ, સમજ લેતું હું બસ ”

શીલા બેનના છોકરાને કોઈ ચોપડી લઈને ગુજરાતી શીખવાડવા નથી બેઠું તો પણ કડકડાટ ગુજરાતી બોલતો થઇ ગયો કેવી રીતે ? તમે કહેશો કે એ ગુજરાતી મિત્રો સાથે ફરતો હશે , રમતો હશે ત્યાં સાંભળી સાંભળી ને ગુજરાતી શીખી ગયો હશે. હા , એકદમ સાચી વાત છે. વિહાન જયારે પોતાના મિત્રો સાથે રામે છે ત્યારે તેને ગુજરાતી ભાષા ની જરૂર પડે છે. કોઈ વાત રજૂ કરવા , પોતાની બેટિંગ માંગવા , રિકવેસ્ટ કરવા, માંગણી કરવા , આદેશ આપવા, બીજાના આદેશો — વાત સમજવા આ બધા માટે ભાષા જરૂરી છે અને વિહાન ને આ ફંક્શનો નો ઉપયોગ રોજ કરવો પડતો એટલે એ ભાષા શીખી ગયો.

પણ વિહાન પહેલા ગ્રામર કે કક્કો નથી શીખ્યો, વિહાન વાક્ય રચના કેવી રીતે બનાવવી એનો પાઠ નથી ભણ્યો , ભૂતકાળ કે ચાલુ વર્તમાન કાળ ને તો વિહાન અડ્યો પણ નથી… તેમ છત્તા આટલું સરસ ગુજરાતી ? સાચી વાક્ય રચના સાથે કેવી રીતે ? શું ગુજરાતી ની ગોળી ખાઈ લીધી કે શું ?

હા, કાંઈક એવું જ સમજો ને :) વીહાન આખે આખી ભાષા સાંભળે છે અને આખે — આખી ભાષા શીખે છે. આપણે જેમ કલાસ માં શીખીએ છે એમ ટુકડાઓ માં શીખતો નથી.. અને આ જ અમૂલ્ય વસ્તુ ને કહે છે “whole language” આખે આખી ભાષા..

વિહાન ના મમ્મી ગુજરાતી બોલતા નથી થયા કારણકે, શીલા બેનને ગુજરાતી બોલવાની ‘જરૂર’ પડતી નથી. મોટા લોકો તો હિન્દી સમજી જાય છે. પણ ગુજરાતી સાંભળીને અંદાજ લગાવવા ની જરૂર શીલા બેનને પડે છે તેથી તેઓ ગુજરાતી સમજતા થઇ ગયા છે.

આપણા માંથી પણ કેટલા બધા લોકો મુવી જોઈને , વાતો સાંભળી સાંભળી ને હિન્દી કે અંગ્રેજી બોલતા નથી શીખી જતા ! કક્કો કે ગ્રામર શીખ્યા વગર…

આપણે શાળાઓ માં ભાષા ને ટુકડાઓ માં શીખવીએ છે. પહેલા ધોરણ માં કક્કો , બીજા ધોરણ માં આટલા જ શબ્દો , આવી જ વાક્ય રચના વગેરે , વગેરે. આવા શિક્ષણ માં બાળક ભાષા નો આનંદ લેવાનું ભૂલી જાય છે. બાળક ને ભાષા એક બોજ લાગવા માંડે છે અને પછી સર્જનાત્મક લેખન કે ઈતર વાંચન તરફ નો ઝોક તો રહેવા જ દો…

whole language approach માં આખી ભાષા શીખવવા માં આવે છે. અહીં શબ્દભંડોળ ની સીમાઓ કે વાક્ય રચનાઓ ના પ્રકાર ની સીમાઓ હોતી નથી. બાળક ને વાક્ય નો કે શબ્દ નો અર્થ ના ખબર હોય તો પણ ચાલે. બાળક ને ભાષા ની મજા લેવા દો , ખુબ બધા ગીતો ગાવા , વાર્તાઓ કરવી , નાટકો કરવા, પોતાની વાર્તાઓ બનાવવી , ચિત્રો દોરવા, મુલાકતે જવું, મહેમાનો સાથે વાતો કરવી — આ બધું જ આખે આખી ભાષા શીખવવા માટેની હોજ પાઇપો છે…

whole language approach પાછળ ફિલસુફી એ છે કે આપણે ફક્ત પાર્ટ ને જોઈ ને હોલ શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમકે કોઈ માણસ નું આખું શરીર ઢાંકી દે અને કપાળ નો એક નાનકડો ભાગ ખુલ્લો રાખે તો તમે અંદાજ લગાવી શકો કે એ શરીર નો કયો ભાગ છે ? એ પેટના ભાગ જેવો પણ દેખાય , એ હાથ ના ભાગ જેવો પણ લાગે.. પાર્ટ ને જોઈને હોલ નો અંદાજ લગાવવો ખુબ અઘરો છે. અને હોલ ના કોન્ટેક્સ સિવાય પાર્ટ નો કોઈ અર્થ પણ નથી.

પેલી ચાર મુર્ખાઓની વાર્તા સાંભળી છે કે નહિ ? ચાર મૂરખાઓ હતા એ લોકો ગુરુ પાસે થી વિદ્યા મેળવી , સ્નાતક થઈ અને જંગલ ના રસ્તે ઘરે જવા નીકળ્યા. ચારેય ને સંજીવની વિદ્યા આવડતી હતી. મરેલા ને જીવતો કરી શકે એવી વિદ્યા. જતા જતા રસ્તા માં હાડકા પડેલા મળ્યા એક મૂર્ખ બોલ્યો હું આ પ્રાણી ને જીવતો કરી દવ , ગુરુ એ વિદ્યા આપી છે ટ્રાય તો કરું.. બાકી ત્રણ મૂરખાઓ ઝાડ ઉપર ચઢી ગયા. “અરે કોઈ હિંસક પ્રાણી હશે તો તને ખાઈ જશે તું એને જીવીત કરવાનું રહેવાદે..”

અરે તમે લોકો શું ડ્રો છો આ કોઈ હિંસાક પ્રાણી ના હાડકા નથી લાગતા…

મૂર્ખ ભાઈ તો વિદ્યા પ્રયોગ કરે છે અને હાડકા માંથી વાઘ ઉભો થાય છે. મૂર્ખ ભાઈ એ પાર્ટ્સ જોઈને નિર્ણય લીધો ને વાઘ હોલ બનીને ખાઈ ગયો….

આમ પાર્ટ માં ભાષા શીખવી ખુબ પીડાદાયક છે અને અર્થ વગરનું છે. તમને બધા ને અંગ્રેજી ના કે હિન્દી ના કાળ શીખવાની પીડા યાદ છે કે નહિ ? કેવું ગોખવું પડતું ?

whole language approach માં બાળક ફંક્શનલ , કામ ચલાવ રીતે ભાષા શીખી જાય છે , ભાષા માં માસ્ટરી મેળવવા માટે એને અલગ થી એફર્ટ લગાવવા પડે છે. પણ નાનપણ માં ભાષા પ્રત્યે લગાવ થઈ જાય, રસ પડવા માંડે એટલે પછી આગળ શીખવામાં પણ મજા જ આવે.

તો હવે પ્રશ્ન છે કે આ whole language ને કેવી રીતે શીખવાય ?

સૌથી પહેલી વાત કક્કો કે ગ્રામર હમણાં શીખવવાનું નથી.

બાળક ને ખુબ બધા ગીતો , વાર્તાઓ , નાટકો , મુલાકાતો , પ્રોજેક્ટ્સ, અલગ — અલગ મહેમાનો સાથે વાત- ચિત , ફિલ્મો — નું એક્સપોઝર આપો

આ બધા થી આખે આખી ભાષા અંદર ઉતરવા લાગશે , બાળકો ને ખુબ બધા બોલવાના , અભિવ્યક્ત થવાના મોકા આપો , પ્રાર્થના સભા માં બોલાવો , પોતે ફરવા ગયા હોય તો તેની વાત કરવા કહો , પોતાની રોજનીશી વિષે વાત કરવા કહો , રોજ શું ખાય છે — શું રમે છે — મમ્મી શું કરે છે — બધું જ બોલવાદો.

રહી વાંચવાની વાત ?

જે કવિતાઓ ગાતા હોય તેના શબ્દ કાર્ડ અને વાક્ય કાર્ડ બનાવી સીધે- સીધા શબ્દો ઓળખાવડાવો -

મંદિર નું કાર્ડ બતાવી ને કહો — આ ‘મંદિર’ છે. મંદિર શબ્દ બાળક ઓળખવા લાગશે, આ જ રીતે વાક્ય ગોઠવવાનું , શબ્દો ને છુટા પાડવાના વગેરે રમતો રમાડી ને બાળકો ને સહજ રીતે વાંચતા કરી શકાય છે. બાળકો ને આ રમતો રમવા માં ખુબ મજા આવે છે. શબ્દ ભંડોળ ની ચિંતા કરવાની જરૂર નથી, મારો ટૂંકો અનુભવ તો એમ કહે છે કે બાળકો સામાન્ય રીતે શીખવાતી ભાષા ના પ્રમાણ માં વધારે શબ્દો જાણતા થઈ જાય છે.

વાંચન શીખવાની આ પ્રક્રિયા ને આનુષંગિક વાંચન- incidental reading કહે છે.

કોઈ એમ કહે કે ગ્રામર નું શું ? ગ્રામર એ ભાષા નો ભાગ નથી. વિવેચન એ કવિતાનો ભાગ છે ?

તો તો પછી વિવેચક ને પણ કવિ કહેવો પડે. પણ એવું હોતું નથી. ગ્રામર એ ભાષા વિષે નું શાસ્ત્ર છે. ભાષા પોતે નહિ. જેને ગ્રામર નથી આવડતું એને પણ ભાષા આવડી શકે છે.

તો આ રામાયણ હતી ‘whole language approach’ ની…હજીએ ઘણા પ્રશ્નો હશે જ અને હોવા જ જોઈએ..

આપ અહીં આપેલા ઈમેલ ના સરનામે તમારા પ્રશ્નો / અભિપ્રાય / સૂચનો મોકલી શકો છો

ઈમેલ — mihirism1995@gmail.com

--

--