નવું વર્ષ તમારા માટે સ્વસ્થ અને સમૃદ્ધ રહે.

ડીસેમ્બર પૂરું થવા આવ્યું છે. નવા વર્ષની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે. આ સમયે અમુક એવા નિર્ણયો લેવા જોઈએ, જેનાથી આવનાર સમય માટે જીવનશૈલી અને સ્વાસ્થ્યને સારું બનાવી શકો. જોકે આંકડાઓ અનુસાર માત્ર ૮ ટકા લોકો જ પોતાના સંકલ્પો પુરા કરી શકે છે. ઘણા લોકો તેને કાલ (બીજા દિવસ) પર નાખી દે છે અને આળસને કારણે ક્યારેય પણ પૂરું નથી કરી શકતા. સ્વસ્થ રહેવું ખરેખર એટલું બધું પણ મુશકેલ નથી, જેટલું આપણે વિચારીએ છીએ. એટલા માટે જ સંકલ્પ તો કરો, પણ તેને નાના નાના પ્રયાસોથી પુરા કરવાની કોશિશ કરો.

Lifecare news
LifeCareNews
4 min readJan 1, 2019

--

નવું વર્ષ તમારા માટે સ્વસ્થ અને સમૃદ્ધ રહે

મોટા પ્રોમિસથી નહિ, નાના નાના પ્રયાસોથી રહો સ્વસ્થ.

ડીસેમ્બર પૂરું થવા આવ્યું છે. નવા વર્ષની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે. આ સમયે અમુક એવા નિર્ણયો લેવા જોઈએ, જેનાથી આવનાર સમય માટે જીવનશૈલી અને સ્વાસ્થ્યને સારું બનાવી શકો. જોકે આંકડાઓ અનુસાર માત્ર ૮ ટકા લોકો જ પોતાના સંકલ્પો પુરા કરી શકે છે. ઘણા લોકો તેને કાલ (બીજા દિવસ) પર નાખી દે છે અને આળસને કારણે ક્યારેય પણ પૂરું નથી કરી શકતા. સ્વસ્થ રહેવું ખરેખર એટલું બધું પણ મુશકેલ નથી, જેટલું આપણે વિચારીએ છીએ. એટલા માટે જ સંકલ્પ તો કરો, પણ તેને નાના નાના પ્રયાસોથી પુરા કરવાની કોશિશ કરો.

આજે જે આપણી જીવનશૈલી છે, તેમાં સ્વસ્થ રહેવું સરળ નથી. આંકડાઓ અનુસાર હૃદય રોગ, હાઈબ્લડ પ્રેશર, હાઈપરટેંશન, ડાયાબીટીસ અને મેદસ્વીતા વગેરે જેવી સમસ્યાઓથી ૬૦-૭૦ ટકા લોકો પીડિત છે. જોકે, આ બધી જ તકલીફો આપણી લાઈફસ્ટાઈલથી જોડાયેલ છે. જો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં નાના-નાના ફેરફાર કરીએ, તો આ રોગોથી દુર રહી શકાય છે. ખાસ વાત એ છે કે, આપણે વર્ષની શરૂઆતમાં આપણે પ્રોમિસ તો કરીએ છીએ, પણ તેના પ્રતિ વફાદાર નથી રહી શકતા અને રોજ નવા એક્સક્યુઝ કે બહાનાનની સાથે તેને ટાળો છો. જો કે, સીધીસાદી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને આપણે આપણું હૃદય રોગ જ નહીં પરંતુ અન્ય બીમારીઓથી પણ દુર રહી શકીએ છીએ. દરરોજ નાના નાના પરિવર્તન જેમ કે લીફ્ટની જગ્યાએ સીડીઓ ચડવી ઉતારવી, ઓફિસે પણ થોડીવાર ચાલવું, મિત્રો કે પરિવારની સાથે સાઈકલિંગ કરવું કે સવારે — સાંજે ચાલવા જવું…. વગેરે જેવા સામાન્ય કાર્યોથી પોતાને ફીટ રાખી શકો છો. તેનાથી તમારૂ ફેટ બર્ન જ નહીં થાય પરંતુ તમારા પરિવારની સાથે સમય વિતાવવાના કારણે તમારું મન પણ ખુશ રહેશે. સ્વસ્થ તન માટે સ્વસ્થ મનનું હોવું ખુબ જ જરૂરી છે.

વર્ષની શરૂઆતમાં લેવામાં આવતા ટોપ-10 સંકલ્પો

  • 37 % હેલ્થી અને ફીટ રહેશું
  • 32 % વજન ઓછું કરીશું
  • 28 % જીવનનો આનંદ માણીશું
  • 25 % ખોટો ખર્ચ નહીં કરીએ
  • 19 % પરિવારને સમય આપીશું
  • 18 % કામ સારી રીતે કરીશું
  • 16 % સંકલ્પ નહીં પ્રયાસ કરીશું
  • 14 % નવી વસ્તુઓ શીખીશું
  • 37 % ફરવા પણ જઈશું
  • 12 % રચનાત્મક કાર્ય કરીશું

યોગનો સહારો લો : હાઇપરટેંશન અને હાઈ બીપીનો સંબંધ તણાવ સાથે છે. એટલા માટે તણાવને દૂર રાખવા માટે યોગાભ્યાસ કરવા સિવાય મેડીટેશન કરવું અને પરિવારની સાથે સારો સમય પસાર કરવો પણ જરૂરી છે.

દવાનું નિયમિત સેવન કરો : જો હૃદય રોગ, ડાયાબીટીસ કે પછી હાઈબ્લડ પ્રેશરની દવા ચાલી રહી હોય, તો દવા લાંબા સમય સુધી લેવી જોઈએ. ટાઈમ — ટાઈમ પર શુગરની તપાસ કરાવતા રહો. જેથી કરીને કીડની અને લિવરનની કાર્યક્ષમતાની જાણ થઇ શકે છે. હૃદય રોગ અને હૃદયઘાત વિષે સાંભળીને બીક લાગે છે, પરંતુ સારી સાર-સંભાળ અને તપાસથી તેની સારવાર થઇ શકે છે. હૃદય રોગથી બચવા માટે તણાવથી દુર રહેવું જરૂરી છે. યોગ અને મેડીટેશનની મદદ લો. તેનાથી તન અને મન બંને સ્વસ્થ રહેશે.

નવું વર્ષ આપણા માટે હર્ષોલ્લાસનો મોકો તો હોય જ છે. તેમજ આ સમય બદલાવનો પણ હોય છે. ન માત્ર વર્ષ કે તારીખનું, પરંતુ જિંદગીમાં નવા ડીસીઝન કે નિર્ણય લેવાનો પણ હોય છે. આથી જ તો વર્ષ શરુ થતા પહેલા આપણે બધા ન્યૂ યર સંકલ્પ લઈએ છીએ. તેમાં સૌથી વધુ મેદસ્વીતા ઓછી કરવા, ફીટ રહેવા, વ્યાયામ કરવા અને સવારે જલ્દી ઉઠવાના હોય છે. જો કે, ૮ ટકા લોકો તેમના સંકલ્પો પૂર્ણ કરી શકે છે. તો ચાલો જાણીએ થોડાક હેલ્થી અને ફીટ રહેવાના ઉપાય સંકલ્પો વિષે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

--

--

Lifecare news
LifeCareNews

Life Care is a Fortnightly Magazine, we provide various article, information about Health, Entertainment, Current Affairs, Business, Movies, Technology, etc.