ભારવિનાના ભણતરના સપનાને સાકાર કરતી Educare નામની યુટ્યુબ ચેનલ.

સમાજ પ્રત્યેની પોતાની લાગણીઓ અને દેશની યુવા પીઢી માટે કઈંક હેલ્પફૂલ થઇ શકે તેવા અભિગમથી રાજકોટના તરવરીયા યુવાનો નાસીરખાન પઠાણ (લાઈફકેરવાળા), ઈમ્તિયાઝખાન પઠાણ(આસ્થા એજ્યુકેશનવાળા) , મહમદ હુસેન સોલંકી, ફરઝાના પઠાણ અને સનોફર સોલંકીની જહેમતથી Educare નામની યુટ્યુબ ચેનલ અને મોબાઈલ એપ શરુ કરેલ છે.

Lifecare news
LifeCareNews
3 min readDec 28, 2018

--

આજના સમયમાં એજ્યુકેશન ખુબ જ ખર્ચાળ થતું જઈ રહ્યું છે, તેના કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ વિવિધ વિષયોને લગતી ટ્રીક્સ કે ટ્યુશન ન લેવાના કારણે પાયાના ધોરણમાં જ ફેઈલ થાય છે અથવા એમ કહીએ કે મોંધી ફી અને ટયુશન ન લેવાના કારણે ભણતર અધૂરું છોડવું પડે છે અને તેઓને આગળ વધવાનો ચાન્સ ગુમાવવો પડે છે. આથીજ સમાજ પ્રત્યેની પોતાની લાગણીઓ અને દેશની યુવા પીઢી માટે કઈંક હેલ્પફૂલ થઇ શકે તેવા અભિગમથી રાજકોટના તરવરીયા યુવાનો નાસીરખાન પઠાણ (લાઈફકેરવાળા), ઈમ્તિયાઝખાન પઠાણ(આસ્થા એજ્યુકેશનવાળા) , મહમદ હુસેન સોલંકી, ફરઝાના પઠાણ અને સનોફર સોલંકીની જહેમતથી Educare નામની યુટ્યુબ ચેનલ અને મોબાઈલ એપ શરુ કરેલ છે. જેમાં પાયાના ધોરણો જેમ કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને વિધાર્થીનીઓને મદદ રૂપ થાય તેવા વિષયોને આવરી લઈને વિડીયો લેકચર મુકવામાં આવી રહ્યા છે તેમજ મોબાઈલ એપ પર દરેક વિષયના MCQ સરળતાથી મેળવી શકાય છે. આ સિવાય વિવિધ સોશ્યલ મીડિયાની મદદથી પરિક્ષાલક્ષી તૈયારીઓ કરવામાં મદદરૂપ સાબિત થશે અને ભાર વિનાના ભણતરનું સપનું સાકાર થાય તેવી આશા સેવાઈ રહી છે.

રાજકોટના પ્રોફેસર ઈમ્તિયાઝખાન (ખાન સર) કે જેઓ આસ્થા એજ્યુકેશન સાથે સંકળાયેલા છે અને એજ્યુકેશન લાઈનનો બહોળો અનુભવ ધરાવે છે. ખાનસર એકાઉન્ટ્સમાં માસ્ટરી ધરાવે છે જટિલ થી જટિલ એકાઉન્ટના પ્રશ્નોને પળવારમાં જ સોલ્વ કરે છે. આમ તેમના અનુભવનો રસ સ્ટુડન્ટને મળી રહે તેવા પ્રયાસો રૂપી આ એજ્યુકેશન વિડીયોમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે. તેમજ નાસીરખાન પઠાણ અને મહમદ હુસેન સોલંકી કે જેઓ લાઈફકેર ન્યુઝ સાથે સંકળાયેલ છે તેમજ કોમ્પ્યુટર અને વિડીયો ટેકનોલોજીની મદદથી અનેક પ્રોજેક્ટ્સમાં બેકેન્ડ સપોર્ટ આપી રહ્યા છે.

યુટ્યુબ એજ્યુકેર ચેનલની મદદથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના તેમજ ગરીબ વિદ્યાર્થીઓને પાયાના ધોરણો જેવા કે 10 અને 12 ધોરણની પરીક્ષાલક્ષી તૈયારીઓ માટે ફી ન ખર્ચી શકે તેવા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે માર્ગદર્શન તેમના મોબાઈલ પર એક આગળીનાં ટેરવા પર ઘર બેઠા અને પોતાના અનુકુળ સમયે આ વિડીયો લેકચર જોઈ શકે તેવા શુભ આશયથી આ યુટ્યુબ ચેનલ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. તેમજ વિવિધ સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો લેકચર નિહાળી શકો છો.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

--

--

Lifecare news
LifeCareNews

Life Care is a Fortnightly Magazine, we provide various article, information about Health, Entertainment, Current Affairs, Business, Movies, Technology, etc.