શું તમેને પણ વિટામીન ડી ની ઉણપ તો નથી ને?

Lifecare news
LifeCareNews
Published in
3 min readDec 16, 2018

કાંચથી બંધ એરકંડીશનર ઘરાવતા ઓફીસ કે ઘર તમને ભલે આરામદાયક લાગે, પરતું તે તમારા શરીરના હાડકાંઓને ખોખલા બનાવી રહ્યું છે.

આધુનિક જીવનશૈલીનું પ્રતિક જેવું લાગવાવાળા એવા ઘર અને ઓફીસો તાજી હવા જ નહિ, પરંતુ તડકાથી પણ લોકોને વંચિત કરે છે, જેના કારણે શરીરમાં વિટામીન-ડી ની ઉણપ આવે છે અને હાડકાંઓ નબળા થઇ જાય છે. દેશના અલગ-અલગ શહેરોમાં કરવામાં આવેલ એક રીસર્ચ મુજબ સાંધાઓમાં દુઃખાવાના એક હજારનો દર્દીઓ પર કરવામાં આવેલ રીસર્ચ પરથી જાણવા મળ્યું કે ૯૫ ટકા દર્દીઓમાં વિટામીન-ડી ની ઉણપ હતી અને તેનું મુખ્ય કારણ યોગ્ય માત્રામાં સૂર્ય પ્રકાશ ન મળવું હતું.

આર્થરાઇટિસનાં જાણકારો મુજબ વિટામીન-ડીનું મુખ્ય સ્ત્રોત સૂર્યની રોશની છે, જે હાડકાં સિવાય પાચન ક્રિયામાં પણ બહુજ ઉપયોગી છે. વ્યસ્ત દિનચર્યા અને આધુનિક સંસાધનનાં કારણે લોકો તડકો નથી લઇ શકતા. તેમજ ખુલા મેદાનમાં હરવું ફરવું અને રમવું પણ મહ્દઅંશે બંધ થઇ ગયું છે. આજ કારણ છે કે સૂર્ય પ્રકાશ દ્વારા માંલ્વાવાળું વિટામીન-ડી આપણા સુધી પહોંચી શકતું નથી. જ્યારે પણ કોઈને ગોઠણ કે જોઈન્ટસનો દુઃખાવો થતો હોય, ત્યારે તેમને લાગે છે કે કૈલ્શિયમની કમી થઇ ગઈ છે, જ્યારે વિટામીન-ડી તરફ કોઈનું પણ ધ્યાન જતું નથી.

જાણકારો મુજબ જો કેલ્શિયમની સાથો-સાથ વિટામીન-ડીની પણ સમયસર તપાસ કરી લેવામાં આવે તો ગઠીયાને વધતું રોકી શકાય છે. એ સિવાય બાળપણમાં ખાનપાનની ખોટી ટેવ અને કૈલ્શિયમની ઉન્પ્ના કારણે પણ આર્થરાઇટિસ સિવાય ઓસ્ટિયોપોરિયોસિસની પણ સંભાવના ખુબ જ ઓછી થઇ જાય છે. ઓસ્ટિયોપોરિયોસિસમાં કેલ્શિયમની ઉણપનાં કારણે હાડકાંઓનું ઘનત્વ અને અસ્થિમજ્જા ખુબ જ ઓછુ થઇ જાય છે. તેમજ હાડકાંઓની બનાવટ પણ ખરાબ થઇ જાય છે, જેનાથી હાડકાં ખુબ જ ભુર્ભુરી અને અતિસવેન્દનશીલ થઇ જાય છે. આજ કારણે હાડકાં પર થોડો દબાવ પડવા લાગે છે અથવા નાની મોટી ઈજા થવા પર પણ તૂટી જાય છે.

સૌથી વધુ ચિંતાની વાત તો એ છે કે આજની વર્તમાન પીઢી ઓછા કેલ્શિયમવાળા ખોરાક અને વિટામીન-ડીની અપર્યાપ્ત માત્રા લઇ રહ્યા છે, જેનાથી તેમનામાં હાડકાંઓમાં ઘનત્વ ઓછુ અને હાડકાંઓ નબળા થઇ રહ્યા છે. અમેરિકન સોસાયટી ફોર બોન એન્ડ મેડીકલ રીસર્ચમાં પ્રસ્તુત કરવામાં આવેલ એક રીસર્ચ પેપરમાં કહેવામાં આવ્યું છે દરરોજ ફક્ત એક જ કોલ્ડ્રીક્સ પીવાવાળી સ્ત્રીઓનું તુલનામાં દરરોજ ત્રણ કોલ્ડ્રીક્સ પીવા વાળી સ્ત્રીનાં થાપના હાડકાંઓનું ઘનત્વ ૨.૩ થી ૫.૧ ટકા સુધી ઓછુ જોવા મળ્યું.

આથી જ મોટી ઉમરે થાવાવાળા આ રોગનું બાળપણમાં જ બચાવ કરી શકાય છે. જો બાળકને ખાસ કરીને દરરોજ ૧૨૦૦ થી ૧૩૦૦ મિલીગ્રામ કેલ્શિયમ દેવામાં આવે તો તેઓ આ બીમારીથી બચી શકે છે. પરંતુ આંકડાઓ પર નજર નાખીએ તો સામાન્ય રીતે બાળકો ૭૦૦ થી ૧૦૦૦ મીલીગ્રામ નું જ સેવન કરતા હોય છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

--

--

Lifecare news
LifeCareNews

Life Care is a Fortnightly Magazine, we provide various article, information about Health, Entertainment, Current Affairs, Business, Movies, Technology, etc.