સ્તનપાન કરાવી રહ્યાં છો તો આ વસ્તુઓનું સેવન ન કરો. Part-2

Lifecare news
LifeCareNews
Published in
2 min readDec 16, 2018

બાળકને સ્તનપાન કરાવતી વખતે સાંભળશો હળવું મ્યૂઝિક

માના પેટમાં જયારે બાળક ઊછરી રહ્યું હોય, ત્યારથી જ તેની સાંભળવાની શક્તિ વિકસે છે. ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટોનું કહેવું છે કે, બાળક સૌથી પહેલાં જે અવાજ સાંભળે, એ પોતાની માના હૃદયના ધબકારા હોય છે. આ ધબકારાને કારણે તેને એક પ્રકારની રિધમ સાંભળવાની આદત પડી ગઈ હોય છે. બાળક જ્યારે દુનિયામાં પ્રવેશે છે ત્યારે માના ગર્ભમાંની હૂંફ અને એ રિધમ વિના પોતાને ઇનસિક્યોર મહેસૂસ કરે છે. જયારે બાળક રોતું હોય ત્યારે આપણે જોયું જ હશે કે નવજાત શિશુને માની છાતી પર સુવડાવવાથી તે મમ્મીની હાર્ટ રિધમ સાંભળી શકે છે ને એટલે તે શાંત થઈ જાય છે.

બાળકનાં જન્મ બાદના બે-ત્રણ મહિના સુધી તે પોતાની મમ્મીને જ ઓળખે છે, પપ્પા સાથે તેને એટલું અટેચમેન્ટ નથી હોતું. કારણ કે માના ગર્ભ દરમ્યાન બાળકને જે સુગંધ અને સલામતી મળતી હતી તેના કારણે તે મમ્મીને તરત જ ઓળખી જાય છે.

જો કે પ્રેગ્નન્સી દરમ્યાન અને ડિલિવરી પછી બાળકને સ્તનપાન કરાવતી વખતે હળવું, મન શાંત કરે તેવું મ્યુઝિક સાંભળવાથી બાળકને સલામતીનો અનુભવ થાય છે. મગજમાંથી સ્ત્રવતા સેરોટોનિન નામના કેમિકલનું પ્રમાણ મ્યુઝિક સાંભળવાથી વધે છે.

એક રીસર્ચ પ્રમાણે રિસર્ચરોએ લગભગ 50 મમ્મીઓ પર કરેલા પ્રયોગ પછી તારવ્યું છે કે, જે મમ્મીઓ ઇન્સ્ટયુમેન્ટલ મ્યુઝિક સાથે સ્તનપાન કરાવે છે તેમનાં બાળકો ઓછું રડે છે, અને તે મમ્મી સાથે વધુ ઇમોશનલ અટેચમેન્ટ ધરાવે છે. મ્યુઝિક સાંભળવાથી વ્યક્તિ પોતાના જાગ્રત મન અને અર્ધજાગ્રત મન વચ્ચે જોડાણ અનુભવી શકે છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

--

--

Lifecare news
LifeCareNews

Life Care is a Fortnightly Magazine, we provide various article, information about Health, Entertainment, Current Affairs, Business, Movies, Technology, etc.