ઉચ્ચ રિટર્ન કમાવવાનો સાવ સરળ મંત્ર!
--
શેર બજારમાં ગ્રોથથી ફાયદો થાય તે માટે 5 વર્ષથી વધુ સમય માટે રોકાણ ચાલુ રાખો
શેર બજારની આગાહી કરવી અશક્ય છે પરંતુ ધીરજ અને લાંબા સમય સુધી રોકાણ કરવાનું ચાલુ રાખવું એ વધુ વળતર મેળવવાની અને તમારી સંપત્તિમાં વધારો કરવાનો ચાવી છે.
જ્યારે તમે ઈક્વિટી અથવા હાઈબ્રિડ મ્ચુચ્યુઅલ ફંડ જેવા ગ્રોથ ઓરિએન્ટેડ ફંડમાં રોકાણ કરો છો,ત્યારે તમારા રોકાણ પછીની વર્તણૂક રોકાણમાંથી તમારા રિટર્નને નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બજારના ટૂંકા ગાળાના ઉતાર-ચઢાવથી અસરગ્રસ્ત ન થવાનું શીખો અને લાંબા સમય સુધી રોકાણ કરો.
એક અમેરિકન રોકાણકાર અને દુનિયાના ચોથા ધનિક વ્યક્તિ, વોરેન બફેટના શબ્દોમાં, “સ્ટોક માર્કેટ એ અધીરાઈથી ધીરજ સુધી પૈસા ટ્રાન્સફર કરવાની એક ડિવાઈસ છે.”
લાંબા ગાળાના રોકાણથી થતા લાભ સમજાવવા માટે અહીં એક ઉદાહરણ આપ્યું છે.
ધારી લઈએ કે ઈક્વિટી ફંડ રોકાણકારોના 4 ગ્રુપ છે.
- ગ્રુપ 1: 3 મહિના માટે રોકાણ
- ગ્રુપ 2: 1 વર્ષ માટે રોકાણ
- ગ્રુપ 3: 5 વર્ષ માટે રોકાણ
- ગ્રુપ 4: 10 વર્ષ માટે રોકાણ
આ રોકાણકારોમાંથી પ્રત્યેક રોકાણકારે અલગ અલગ સમયે રુ.10,000 નું રોકાણ કર્યું છે. હવે, અહીં તેમના રોકાણના સમયગાળાના અંતે તેમના રુ.10,000 નો કેટલો ગ્રોથ થયો તેનું સરેરાશ આપ્યું છે.
આ વિશ્લેષણના વધારાના હાઈલાઈટસ:
જેમણે 10 વર્ષ માટે રોકાણ કર્યું હતું તેવા 50% કરતાં વધુ રોકાણકારોએ તેમના રોકાણમાં ચારગણાથી વધુ ગ્રોથ જોયો અને 98% રોકાણકારોએ 10 વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા ડબલ પૈસા કર્યા.
જે રોકાણકારોએ ફક્ત 3 વર્ષ માટે રોકાણ કર્યું હતું, તેમાંથી ⅓ કરતાં વધુ લોકોને ખોટ ગઈ અને ફક્ત 10% રોકાણકારોએ 20% કરતાં વધુ સંપૂર્ણ ફાયદો જોયો.
શીખ: જે રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરે છે તેઓ ચોક્કસથી તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. જેટલા લાંબા સમયગાળા માટે તમે રોકાણ કરો, તેટલું વધુ સારુ રિટર્ન મેળવવાની તકો વધી જાય છે.
ઈક્વિટી ફંડ અથવા હાઈબ્રિડ ફંડ જેવા ગ્રોથ ઓરિએન્ટેડ જેવા ફંડમાં રોકાણ કરો અને લાંબા ગાળા (ઓછામાં ઓછા 5 વર્ષ) સુધી રોકાણ કરવાનું ચાલુ રાખો. લાંબા ગાળા માટે રોકાણ કરવાથી વધુ નિશ્ચિતતા સાથે તમારા રોકાણમાં વધારો કરવામાં સહાય મળે છે.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણ એ બજારના જોખમને આધીન છે, રોકાણ કરતાં પહેલાં સ્કીમ સંબંધિત તમામ ડોક્યુમેન્ટ કાળજીપૂર્વક વાંચો.