પૂછ્યું એણે અંતે નિજને:

Written By : Janak M. Desai 

તિરાડમાંથી

દીઠું નહીં અજવાળુ જ્યારે

‘ને એકાંત ભાસ્યું વારે વારે,

ઓરડાએ ખખડાવ્યું કમાડ ત્યારે….

ને પૂછ્યું, “છે કોઇ?”

પ્રત્યુત્તર ના અભાવે,

કમાડ તોડી આવ્યો બહાર…

ત્યારે

આંગણના સન્નાટામાં

સંભળાયો એને

પાનખરના પાન કચડતો

નિજ પગલાનો હાહાકાર…

પૂછ્યું એણે અંતે નિજને:

“શાને મચ્યો સુનકાર?”

તે… … હજી ય

જવાબની રાહ જુએ છે.

જનક મ. દેસાઈ

--

--