પછી તું રહીશ ને !

અધૂરી મારી ઇચ્છા જોને

જાવા ન દે ક્યારેય તને,

તું આવ ને મારી કને

મને ઇચ્છા વિહીન કરવાને;

પુરાયો હું અંધાર્યા ઓરડે

આવ ને, અજવાળ ને

મારી યાદો ના પટ ને,

જ્યાં, ક્યાંક તું છે, માત્ર તું,

ને તારું આગમન માત્ર, એક ચાવી સમુ

ખોલી દે તાળુ,, થાય અજવાળુ,

પછી તું રહીશ ને !

રહે તો સારું.

જનક

--

--