દેહ અને આત્મા 

દેહ અને આત્મા:

આથમતું અજવાળું સાંજે, આવીને ઢંઢોળે મુજને, ‘કે

સાંજ ઢળી અંધારે ગઈ, પણ તું ના મળ્યો છે તુજને ;

જન્મ-મરણના મધ્યાંતરમાં મરી મરી ને જીવ્યો ,

જીવતર આખું ભટક્યો તોયે પ્રગટ્યો ના મરજીવો ;

ભાર થયું જે જીવન, તેની ગાંસડી બાંધી કોણે?

હળવો થાતે ત્યાગ કરીને, તો મુક્તિ ફળતે તુજને ;

‘ને પડ્યા ટકોરા દ્વારે જ્યારે, કટાઈ ગ્યા’તા તાળા ,

પ્રાયશ્ચિતની ચાવી મળી ત્યારે બુરાઈ ગ્યા’તા કાંણા ;

સાથ હતું જે, હાથ ન લીધું, શિરસ્તો ક્યાં સમજ્યો તું ,

સાથ જે આવ્યું સાથ જવાનું, ના મર્મ ફળ્યો તે તુજને ;

વાયું જ્યારે વહાણું, ત્યારે કેમ કરી ને ઉઘડે આંખ ,

ભાર જે બેઠો વરસોથી તે, કેમ કરી ને ઉપડે આજ ;

વ્યર્થ નથી તોયે આ જીવન, મઝધારે હું ડૂબ્યો છું ,
કિનારો જે ગોતવ નીકળ્યો, આજ મળ્યો છે મુજને .

--

--