શિરસ્તો 

શિરસ્તો :
જીંદગીની સૌ પ્રથા સમજાય છે ,
એક દી મોડી, છતાં સમજાય છે ;

સુખ જે મુજને મળ્યાં, સમજ્યો નહિ ,
દુઃખ અંતે અન્યના, સમજાય છે ;

દુઃખ એકે ના હતા, તોયે રડ્યો ,
સુખ થોડા જે મળ્યાં, સમજાય છે ;

આમ તો પ્રશ્નો ઘણા પૂછ્યા હતાં ,
ઉત્તરો સમજ્યો હું ક્યાં? સમજાય છે ;

પ્રેમ પંથે એકલો ભટક્યા સમું ,
જે મળ્યાં તે ક્યાં ફળ્યાં? સમજાય છે .

જનક

--

--