જાણૉ લસણ ખાવાના ફાયદા

Raviyafitness
RaviyaFitness
Published in
4 min readMay 26, 2022

જાણૉ લસણ ખાવાના ફાયદા
અનેક રોગમાં લસણ અકસીર ઇલાજ માનવામાં આવે છે.લસણ અનેક રોગોમાં ખૂબ જ ગુણકારી છે.આધુનિક વિજ્ઞાને કરેલા સંશોધનમાં પણ એ વાત બહાર આવી છે કે દવાથી માંડીને કોલેસ્ટ્રોલ ઘટાડવા સુધીમાં લસણ ખાવાથી ફાયદો થાય છે.
સાંધાના દુખાવામાંથી છૂટકારા માટે લસણ બહુ ઉપયોગી ગણાય છે.સાંધાનો દુખાવો રહેતો હોય તો, સરસવના તેલમાં લસણની કળીઓ અને કપૂરને ઉકાળીને આ તેલથી માલિશ કરવાથી બહુ રાહત મળે છે.આયુર્વેદિક ઓષધિઓમાં લસણ ઝડપી ફાયદાકારક છે તેનો અનુભવ તમને ૨૪ કલાકમાં જ માલુમ થઈ જાય છે.
લસણ ધમનીઓમાં ચરબી જામી હોય તો તે દૂર કરે છે જેને કારણે હૃદયરોગ સામે રક્ષણ મળે છે.શરીરને થતા ફાયદાઃલસણને કારણે બ્લડ પ્રેશર ઘટે છે. આ ઉપરાંત તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
લસણની કળી શેકીને ખાવાને કારણે જલ્દી થાક નથી લાગતો. આ ઉપરાંત તે આયુષ્ય પણ વધારે છે.
ઘા પાકે નહીં અને તેમાં કીડા પડે નહીં તે માટે લસણનો લેપ લગાડવો.
આમવાત ઉપર : લસણની પાંચ-છ કળીઓ ઘીમાં શેકીને પ્રથમ ખાઇ પછી ભોજન કરવું.
સ્ત્રીઓમાં કેલ્શિયમની ખામીને પુર્ણ કરવા માટે લસણનું સેવન કરવું ખૂબ જ જરૂરી હોય છે. કેલ્શિયમની સાથે સાથે એલિસિન નામનું ફેટ બર્નિંગ પદાર્થ પણ લસણની અંદર જોવા મળે છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો રોજ સવારે બે કડીઓ લસણ ને ખાલી પેટ આરોગો. તે તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવી પેટ સંબંધિત સમસ્યાઓથી તમને બચાવે છે.
સાતળેલું લસણ દુઃખતા દાંત પર રાખવાથી રાહત અપાવે છે. લસણના એન્ટી બેક્ટીરિયલ ગુણો દાત ઉપર જામેલા જર્મસને ખતમ કરી અને શક્તિ આપે છે.
લસણના એન્ટીબેક્ટેરિયલ ગુણ એટલા બધા શક્તિશાળી હોય છે,જે તમને કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવી શકે છે. પુરુષોમાં થતાં પ્રોસ્ટેટ કેન્સર અને સ્ત્રીઓમાં થતા બ્રેસ્ટ કેન્સરની સમસ્યાને પણ લસણના નિરંતર સેવનથી રોકી શકાય છે.
આજકાલ ઘણા લોકોને બ્લડ ક્લોટિંગ એટલે કે શરીરમાં લોહી થીજી જવાની સમસ્યા આવી રહી છે. લસણ આ સમસ્યામાંથી મુક્તિ આપે છે. અને લોહીને પાતળું કરી શરીર સુચારુ રૂપથી ચલાવે છે.
લસણન રસના 10 ટીપાં 1 ચમચી ગરમ પાણીમાં નાખી અને પીવાથી તેમજ કોગળા કરવાથી ગળાના દર્દમાં ઘણી બધી રાહત મળે છે. એવું કરવાથી ગળામાં રહેલ આજે પણ સમાપ્ત થઈ જાય છે. જે કોરોના સંક્રમણથી બચવા માટે પણ ખૂબ જ લાભકારક છે.
લસણનો રસ કાઢી અને ચહેરા પર લગાવી અને ખીલ, ડેડ સ્કિન અને ડ્રાય સ્કિનમાંથી રાહત મેળવી શકાય છે તમે ઈચ્છો તો લોહી નીકળતા ખીલ પર લસણની પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો આ પેસ્ટને સાચી હોવી જોઈએ લસણની પેસ્ટ બનાવીને રાખવાથી તેમા રહેલા જરૂરી તત્વોનો નાશ થાય છે.
તૂટતા અને ખરતા વાળની સમસ્યાઓ માટે લસણ નો રસ રામબાણ ઈલાજ છે એટલે સુધી કે તેનાથી માથામાં પેચ પડી ચૂક્યા હોય એટલે કે ટાલ પડવા આવી હોય ત્યારે લસણનું જ્યુસ નિયમિત લગાવવાથી બેથી ત્રણ મહિનામાં વાળ ઊગી જાય છે.
લસણના એન્ટીબેક્ટેરિયલ ગુણ કેટલા બધા શક્તિશાળી હોય છે,જે તમને કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવી શકે છે. પુરુષોમાં થતાં પ્રોસ્ટેટ કેન્સર અને સ્ત્રીઓમાં થતા બ્રેસ્ટ કેન્સરની સમસ્યાને પણ લસણના નિરંતર સેવનથી રોકી શકાય છે.
આજકાલ ઘણા લોકોને બ્લડ ક્લોટિંગ એટલે કે શરીરમાં લોહી થીજી જવાની સમસ્યા આવી રહી છે. લસણ આ સમસ્યામાંથી મુક્તિ આપે છે. અને લોહીને પાતળું કરી શરીરમાં સુચારુ રૂપથી ચલાવે છે.
કાન વહેતો હોય અને સણકા આવતા હોય તો લસણને જરા છૂંદી, તલના તેલમાં ઉકાળી આ તેલનાં બે-બે ટીપાં દિવસમાં બે વખત કાનમાં નાખવાં.
અડધા માથાનો દુખાવા ઉપર : લસણનાં ત્રણ-ચાર ટીપાં નાકમાં પાડવાં.
ન પાકતા ગૂમડા અને ગાંઠ ઉપર : લસણ અને મરી વાટીને તેનો લેપ લગાડવો.
મોઢું વાંકું થઈ ગયું હોય તો: લસણ વાટી તલના તેલ સાથે ખાવું.
સર્વ પ્રકારના વાયુ ઉપર : ૫૦ ગ્રામ લસણ છોલી તેમાં હિંગ, જીરું, સિંધવ, સંચળ, સૂંઠ અને મરી આ છ વસ્‍તુઓ દરેક દસ-દસ ગ્રામ લઇ, લસણ સાથે વાટી, તેની નાની નાની ગોળીઓ બનાવી સૂકવી લેવી. તેમાંથી બે-બે ગોળી સવારે અને રાતે પાણી સાથે ગળવી.
શરીરની ગરમીથી અંગ ઉપર લાલ લાલ ચાઠાં પડ્યાં હોય તો તેના ઉપર તથા દાદર ઉપર-લસણ વાટી તેનો રસ ચોપડવો.
વિષમજવર અને વાત વ્‍યાધિ ઉપર : લસણના કલ્‍કમાં તલનું તેલ અને જરા સિંધવ નાખી તેનું દરરોજ સવારે પ્રાશન કરવું. આથી સર્વાંગ વાત વ્‍યાધિ મટે છે.
ખરજવા ઉપર : લસણની કળીઓ વાટીને બનાવેલી લૂગદી બાંધવી.
ઉદરરોગ ઉપર : છોલીને સાફ કરેલું લસણ એક રાત છાશમાં પલાળી રાખવું, આ લસણ એક ભાગ, તેનાથી અડધો ભાગ સિંધવ અને ચોથો ભાગ શેકેલી હિંગ એકત્ર કરી સર્વેનું જેટલું વજન થાય તેટલો વજનનો આદુનો રસ લઇ બધું એકસાથે વાટી લેવું. તેની નાની નાની ગોળીઓ બનાવી દરરોજ બે-બે ગોળી છાશ સાથે દિવસમાં બે વખત લેવી.
મૂર્છારોગ અને હિસ્‍ટીરીયા માટે લસણ વાટીને સૂંઘવું.
સર્વાંગ વાતરોગ માટે એક પ્રયોગ — લસણની ચાર કળીઓ લઇ તેને રોજ રાતે અર્ધા ગ્‍લાસ પાણીમાં ભીંજાવી રાખવી. બીજા દિવસે સવારે તેને વાટી તે જ પાણી સાથે પી જવું. અર્ધો કલાક બીજું કાંઇ લેવું નહિ. આવી રીતે એક અઠવાડીયું કરવું. બીજા અઠવાડીયે છ કળીનો પ્રયોગ કરવો. ત્રીજા અઠવાડીયે આઠ કળીનો પ્રયોગ કરવો. ત્‍યારપછી એક અઠવાડીયું આ પ્રયોગ બંધ રાખવો. ત્‍યારપછી ફરીને આ જ પ્રયોગ કરવો. એ જ રીતે ત્રણ વખત આ પ્રયોગથી વાતરોગથી છુટકારો મળે છે.
હાઇ બીપી માટે : દરરોજ સવારે લસણની બે કે ત્રણ કળી સારી પેઠે લસોટીને થોડા દૂધ સાથે મેળવીને તે દૂધ પીવું. બીજું કાંઇ પણ ખાવુંપીવું નહિં. થોડા દિવસમાં લોહીનું ઊંચું દબાણ નોર્મલ થાય છે. લસણ, ફુદીનો, જીરું, ધાણા, મરી અને સિંધવની ચટણી ખાવાથી પણ લોહીનું ઊંચું દબાણ નોર્મલ થાય છે.
હડકાયું કૂતરું કરડે તેના ઉપર લસણ વાટીને ચોપડવું તથા જમવામાં પણ લસણનો ઉપયોગ કરવો.
ગાંઠ, ગૂમડાં અને બાંબલાઇ પાકીને ફૂટે તે માટે લસણ અને મરી વાટી, લેપ જેવું બનાવીને ચોપડવું.

--

--